બુધવાર, 17 એપ્રિલ, 2024

રાજ ઘનશ્યામસિંહજી ઝાલારાજ ઘનશ્યામસિંહજી ઝાલા - ધાંગધ્રા | Raj Sir GHANSHYAMSINHJI

Daftar Isi [Tutup]

    ધાંગધ્રા રાજ્યના શાસક અજીતસિંહનું અવસાન થતા રાજ ઘનશ્યામસિંહજી ઝાલા ગાદીએ આવ્યા. તા.૩૧-૫- ૧૮૮૯ના રોજ જામનગરના કુંવરી સુંદરબાની કુખે તેઓ જનમ્યા હતા. (પ્રિ. સી.મેઇન ‘‘હિસ્ટ્રી ઓફ ધાંગધ્રા’’માં પૃ.૧૫૧ ઉપર તેઓની જન્મ તા.૨૯-૫-૧૮૮૮ આપે છે) તેમણે ધાંગધ્રામાં અને રાજકુમાર કોલેજ રાજકોટ અને ઇંગ્લેન્ડમાં શિક્ષણ મેળવ્યુ હતું. 

    ઇંગ્લેન્ડમાં તેમણે સ્કોટલેન્ડ  ઉર્ફે પોલીસ વિભાગમાં જાસૂસી કાર્ય તથા અપરાધ શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. આ અભ્યાસને હિસાબે તેમણે પિતાના કાળ દરમ્યાન પોલીસ કમિશ્નર તરીકે પણ કામગીરી બજાવી હતી અને મહેસૂલી અને હજુર ઓફિસમાં પણ કામ યુવરાજ પદે કર્યુ હતું. 

    Raj Sir GHANSHYAMSINHJI:ધાંગધ્રા રાજ્યના શાસક અજીતસિંહનું અવસાન થતા રાજ ઘનશ્યામસિંહજી ઝાલા ગાદીએ આવ્યા તેઓ નો જન્મ તારીખ ૩૧-૫- ૧૮૮૯ના રોજ થયો હતો.
    રાજ ઘનશ્યામસિંહજી ઝાલા

    તેઓને ઇ.સ.૧૯૧૭માં કે.સી.એસ.આઇ.નો ઇલ્કાબ મળ્યો અને ઇ.સ.૧૯૧૮માં મહારાજાનો દરજ્જો મળ્યો અને ઇ.સ.૧૯૨૨માં જી.સી.આઇ.ઇ.નો ઇલ્કાબ મળ્યો હતો. તેઓને પાંચ રાણીઓ હતા. 

    • (૧) નવાનગર,શ્રી પ્રાણકુંવરબાવા પામબા. 
    • (૨) ભાદરવાવાળા વિજયાકુંવરબા. 
    • (૩) કોટડાવાળા આનંદકુંવરબા. 
    • (૪) આમેટવાળા રામકુંવરબા. 
    • (૫) જામનગરવાળા નવલકુંવરબા.
    તેઓએ રાજ્યમાં નીચે મુજબના પગલાઓ લીધા અને સુધારાઓ કર્યા.

    • (૧) રાજ્યને સક્ષમ બનાવવા લાયકાતના ધોરણે ભરતીનું ધોરણ અપનાવ્યુ અને બઢતી નિવૃત્તિ, સેવાના નિયમો ઘડવામાં આવ્યા. 
    • (૨) ઇ.સ.૧૯૧૧થી કર્મચારીઓને પેન્શન આપવાની શરૂઆત કરી.
    • (૩) ભાયાતોનો પ્રેમ મેળવવાનો પ્રયત્ન કરી તેને વફાદાર બનવા જણાવ્યુ અને તેઓને ઉચ્ચ હોદે નીમ્યા. દા.ત. દીવાન માનસિંહજી. 
    • (૪) ધાંગધ્રા રાજ્યમાં તોપદળ, અશ્વસેના અને મકવાણા પાયદળ હતું પણ વોકર કરાર પછી શાંતિનો યુગ આવતા સૈન્ય હવે નકામા જેવુ લાગતા તેના ઉપર કાપ મૂકવામાં આવ્યો અને મકવાણા પાયદળની ટુકડી વિખેરી નાંખી તે સૈનિકોને પોલીસમાં સમાવી લીધા. એમ કરીને સૈન્ય પાછળ થતો ખોટો ખર્ચ બચાવ્યો. 
    • (૫) તેઓએ પોતાના નામ ઉપરથી ઘનશ્યામગઢ અને તેમના મોટાદીકરી સજ્જનબાના નામ ઉપરથી સજ્જનગઢ નામના બે નવા ગામો વસાવ્યા. 
    • (૬) ખેડૂતોની સ્થિતિ સુધારવા તેઓએ અનેક પગલાઓ લીધા અને સિંચાઇની સગવડો વધારી નવા કૂવા માટે મદદ કરી, દુષ્કાળમાં પણ રાહત આપી ખેડૂતોની સગવડતાઓ સાંચવવામાં આવતી હતી. ખેડૂતોને કૃષિ બેંકમાંથી પણ લોન અપાતી અને રાજ્ય પણ ખેડૂતોને વગર વ્યાજની લોન આપતુ હતું. 
    • (૭) તેઓના કાળ સુધી પ્રાથમિક શિક્ષણ મફત હતું પણ ત્યાર પછી તેમણે માધ્યમિક શિક્ષણ પણ મફત કર્યુ. 
    • (૮) જેમના પિતા અજીતસિંહજીએ ધાંગધ્રામાં ઓડીટોરિયમ બાંધ્યુ હતું તેને તેમણે અજીતસિંહજી હાઇસ્કૂલમાં પરિવર્તિત કર્યુ અને એક છાત્રાલય પણ બંધાવ્યુ. 
    • (૯) હળવદ, સીતાપુર, ચરાડવા, ટીકરમાં અંગ્રેજી શાળાઓ ખોલી હતી. 
    • (૧૦) ધાંગધ્રામાં પ્રિન્સ ઓફ વેલ્સ હોસ્પિટલ સ્થાપી અને પ્રાણકુંવરબા ઝનાના હોસ્પિટલ અને મેકોનોકી ડિસ્પેન્સરી, પેલેસ ડિસ્પેન્સરી ખોલ્યા. આ સિવાય રાજસીતાપુર, ટીકર, મેથાણ, ઉમરાળામાં પણ દવાખાના ખોલ્યા. 
    • (૧૧) વેટરનરી સર્જન અકબરખાનને નીમી પશુ દવાખાનુ શરૂ કર્યુ. 
    • (૧૨) સુંદરબા અનાથ આશ્રમ સ્થાપ્યો, નિરાશ્રિત વિધવાઓને અનાજ સહાય આપતા હતા. 
    • (૧૩) ધાંગધ્રામાં પાવર હાઉસ ઉભુ કરી પ્રજાને વીજળીનો લાભ આપ્યો. 
    • (૧૪) માનસાગર અને રણમલસાગર તળાવોને પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવ્યા અને ઇ.સ.૧૯૧૫માં ધાંગધ્રા- હળવદ રેલવે નંખાઇ અને વાહનવ્યવહારની સગવડતા વધારી સાથે સાથે તાર-ટેલિફોનની સુવિધામાં પણ વધારો કર્યો હતો.
    • (૧૫) તેઓ એ ફાંસીની સજા નાબુદ કરી હતી. 
    તા.૪ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ રાજ ઘનશ્યામસિંહજી ઝાલા અવસાન પામ્યા.

    સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર.| કાઠીયાવાડના રાજવીઓ(૨૦૦૫) - રાજ ઘનશ્યામસિંહજી ઝાલા - ધાંગધ્રા.

    ટિપ્પણી ઉમેરો